મોરબીની આર્યાવર્ત એજ્યુ. એકેડમીમાં B.Sc કોલેજનો પ્રારંભ, એડમિશન શરૂ

- text


હવે ઘર આંગણે જ મળશે શ્રેષ્ઠ શિક્ષણ : કોલેજમાં અત્યાધુનિક લેબોરેટરીઝ, વિશાળ લાઈબ્રેરી, કમ્પ્યુટર લેબ, રમતગમતનું મેદાન અને ટ્રાન્સપોર્ટેશન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં શૈક્ષણિક ક્ષેત્રે જાણીતી એવી આર્યાવર્ત એજ્યુકેશનલ એકેડમીમાં બી.એસ.સી. કોલેજનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. જેથી હવે મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુવક શિક્ષણ ઘર આંગણે જ મળી રહેશે. હાલ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો વહેલી તકે એડમિશન કનફોર્મ કરાવવા જણાવાયું છે.

મોરબી નજીક લક્ષ્મીનગર ગામ સામે 8-એ નેશનલ હાઇવે ઉપર આવેલ આર્યાવર્ત શૈક્ષણિક સંકુલ શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ જાણીતું નામ છે. સંસ્થા દ્વારા ટૂંકા ગાળામાં અનેક સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. અહીંના અનેક વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીને આગવા સ્થાને લઈ ગયા છે. ત્યારે મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને હવે શ્રેષ્ઠ શિક્ષણ માટે મોટા સિટી સુધી લંબાવવું ન પડે સંસ્થા દ્વારા બી.એસ.સી. કોલેજનું નવું સોપાન શરૂ કરવામાં આવ્યું છે.

આ કોલેજ કેમ્પસમાં તમામ પ્રકારની કોર્સ અંતર્ગત સુવિધાઓ છે. જેમાં અત્યાધુનિક લેબોરેટરીઝ, વિશાળ લાઈબ્રેરી, કમ્પ્યુટર લેબ, રમતગમતનું મેદાન, મોરબીના વિદ્યાર્થીઓ માટે બસ સુવિધાનો સમાવેશ થાય છે. આ સાથે સંસ્થા અહીં હોસ્ટેલ સુવિધા, એકદમ વ્યાજબી ફી, શાંત વાતાવરણની અંદર કોલેજ કેમ્પસ અને કેમ્પસમાં જ કેન્ટીનની સુવિધા સહિતની અનેક ખાસિયતો ધરાવે છે. તો ઝડપથી વહેલા તે પહેલાના ધોરણે એડમીશન મેળવો. વધુ વિગત માટે મો.નં. 70166 03283 અથવા 93771 33099 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

- text

- text