હળવદમા ભાજપ પ્રદેશ પ્રમુખને શુભેચ્છા પાઠવતા બેનરોમા ધારાસભ્યની અવગણના

બેનરોમાં ધારાસભ્યનો ફોટો કે નામ ભૂલથી રહી ગયું છે : તાલુકા ભાજપ પ્રમુખ

હળવદ : હળવદ શહેરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલને શુભેચ્છા આપતા બેનર લગાવવામાં આવ્યા છે. આ બનેરમાં હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાની અવગણના કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખને શુભેચ્છા પાઠવતા બેનરોમા ધારાસભ્યનો કોઈ ઉલ્લેખ ન કરાતા હળવદ ભાજપમાં આંતરિક જુથવાદ સપાટી પર આવ્યો છે. જો કે હળવદ તાલુકા ભાજપ પ્રમુખે બેનરોમાં ભૂલ થયાનો સ્વીકાર કર્યો છે.

હળવદમાં હાલ ભાજપનો આંતરિક જૂથવાદ ખૂલીને સામે આવ્યો હોવાની ચિત્ર ઉપસ્યું છે. જેમાં હળવદમાં ભાજપ પ્રમુખ પાટીલને શુભેચ્છા બેનર લગાવવામાં આવ્યા છે. પણ આ બેનરમાં હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઈ સબરીયાનો ઉલ્લેખ સુધ્ધા કરાયો નથી. તેથી, ધારાસભ્યના સમર્થકોમાં ભારે નરાજગી જોવા મળી રહી છે. જો કે હળવદના ભાજપમા બે ફાટાના કારણે ધારાસભ્ય પરસોતમ સાબરીયાનુ નામ કે ફોટા બેનરમા ન રાખવામા આવ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. પ્રદેશ પ્રમુખ પાટીલને શુભેચ્છા બેનરમા નાના કાર્યકર્તા હોદેદારોના નામ અને ફોટા છે પણ ધારાસભ્યના ફોટા કે નામ રાખવામાં આવ્યા ન હતા. બેનરમા પુર્વ ધારાસભ્યને ગણવામા આવ્યા છે. પરંતુ વર્તમાન ધારાસભ્યની અવગણના થઈ છે. જો કે અગાઉ પણ હળવદ ભાજપનો જુથવાદ સામે આવ્યો હતો. તેથી, આ મુદ્દે હળવદ ભાજપમાં જૂથવાદ ખૂલીને સામે આવ્યો છે.

હળવદ તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઇ સંઘાણીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં આ અંગે જણાવ્યું હતું કે બેનરો જે લાગ્યા છે. તેમાં ધારાસભ્યનો ફોટો કે નામ ભૂલથી રહી ગયું છે. જાણી જોઈને આવું થયું નથી. ધારાસભ્ય સન્માનીય વ્યક્તિ છે. અમારી પાર્ટીના જ ધારાસભ્ય છે અને અમારે તેમની સાથે કોઈ વાંધો કે પ્રોબ્લેમ નથી. ધારાસભ્ય અમારા માટે આદરણીય વ્યક્તિ છે. જ્યારે આ બાબતે ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાનો ટેલિફોનિક સંપર્ક કરાતા તેમનો ફોન ડ્રાઇવરે ફોન ઉપડ્યો હતો અને તેણે કહ્યું હતું કે ધારાસભ્ય હાલ ગાંધીનગર ખાતે મીટીંગમાં છે. તેઓ મીટીંગમાં હોવાથી વાત થઈ શકે એમ નથી.