હળવદ નગરપાલિકાના ડ્રાઇવરોએ પગાર મુદ્દે શરૂ કરી હડતાલ

- text


 

છેલ્લા બે મહિનાથી પગાર ન મળતા ડ્રાઇવરો વિફર્યા : પગાર ન મળે ત્યાં સુધી ફરજ પર ન જવાની ચીમકી

હળવદ : હળવદ પાલિકાના ડ્રાઇવરોને છેલ્લા બે મહિનાથી પગાર ન મળ્યો હોવાથી તેઓએ હડતાલ શરૂ કરી દીધી છે. જ્યાં સુધી પગાર ન મળે ત્યાં સુધી આ હડતાલ યથાવત રાખવામાં આવનાર હોવાનું કોન્ટ્રાક્ટરે જાહેર કર્યું છે.

- text

હળવદ નગરપાલિકા હેઠળ કામ કરતા ડ્રાઇવરોના પગાર છેલ્લા 2 મહિનાથી મળ્યા ન હોય ડ્રાઇવરોએ હડતાલ શરૂ કરી છે. આ હડતાલનો આજે બીજો દિવસ છે. 5 છોટાહાથી, 3 ટ્રેક્ટરો,1 પાણીનો ટાકો અને 1 સ્કોર્પિયો ગાડી કુલ 10 વાહનોના ડ્રાઇવરો હડતાલ ઉપર ઉતર્યા છે. જેને પગલે શહેરમાં કચરો લેવા આવતી ગાડીઓ બંધ થઈ ગઈ છે. જો આ મામલે કોઇ સુખદ અંત નહિ આવે તો થોડા જ દિવસોમાં શહેરમાં કચરાના ઢગલા ખડકાઈ જશે.

- text