મોરબીમાં કુબેર ટોકીઝથી શોભેશ્વર મંદિર જતા રસ્તા પર બંધ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માંગ

- text


મોરબી : મોરબી શહેરમાં આવેલ કુબેર સિનેમાથી શોભેશ્વર મંદિર તરફ જતા રસ્તા પર સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. હાલમાં શ્રાવણ માસ ચાલુ હોવાથી સાંજના સમયે અવર-જવર વધુ હોય છે. પરંતુ સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી રાહદારી અને વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જીગ્નેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બામભણીયા, મુસ્તાકભાઈ બ્લોચ દ્વારા મોરબી નગરપાલિકાને અરજી કરવામાં આવી છે.

- text

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે કુબેર ટોકીઝથી શોભેશ્વર મંદિર સુધીના રોડ પર તમામ સ્ટ્રીટ લાઈટ છ મહિનાથી બંધ છે. જેના કારણે રાહદારી અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. વધુમાં, આ જ રોડ પર વૃદ્ધાશ્રમ, વિકાસ વિદ્યાલય આવેલ છે. તેમજ આ જ રોડ પર મજૂરોનો વસવાટ હોય છે. અંધારી રાત્રે દારૂડિયાઓ પોતાનો અડ્ડો જમાવીને બેઠેલા હોય છે. ત્યારે રાત્રિના ઇમર્જન્સીમાં વૃદ્ધોને લઈ જવા માટે મુશ્કેલી પડે છે. માટે લોકો પણ આ રસ્તા પર રાત્રિના અંધકાર હોવાથી તે બાજુ જવાનું ટાળે છે. આ જ રસ્તા પર આગળ જતાં શોભેશ્વર મહાદેવજીનું મંદિર પણ આવેલ છે. માટે સ્ટ્રીટ લાઇટો ચાલુ હોય તો અઘટિત બનાવ બનતો અટકી જાય અને લોકોની સલામતી જળવાય તે માટે તાત્કાલિક સ્ટ્રીટલાઇટો ચાલુ કરવાની મોરબી નગરપાલિકાને અપીલ કરવામાં આવી છે.

- text