મોરબીના લોક જાગૃતિ મંચ દ્વારા હોદ્દેદારોની નિમણૂક કરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં લોકો પોતાના બંધારણીય અધિકારો જેવા કે આરોગ્ય, શિક્ષણ અને સરકારી તમામ કાયદાઓથી જાગૃત થાય અને તેઓના સ્થાનિક પ્રશ્નોમાં થતા અન્યાય બાબતે લોકોને મદદ કરવાના હેતુથી ગુજરાત લોક જાગૃતિ મંચ કાર્યરત છે. જેમાં હાલ જિલ્લાવાઈઝ પ્રમુખની નિમણૂક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લાના ત્રણ ઉમેદવારોની નિમણુંક કરેલ છે. જેમાં મોરબી જિલ્લા પ્રમુખ તરીકે સુખાભાઈ ડાયાભાઈ કુંભારવાડીયા, મોરબી તાલુકા પ્રમુખ તરીકે કિશનભાઈ નારણભાઈ વાળા તથા ટંકારા તાલુકા પ્રમુખ તરીકે રાહુલભાઈ રતાભાઇ ડાંગરની નિમણુંક કરવામાં આવી છે.