ટંકારાની મામલતદાર ઓફિસમાં જી-સ્વાન કનેક્ટિવિટીની સમસ્યાનો ઉકેલ લાવવા અપીલ

- text


દસ્તાવેજ તથા ઈ-ધરા ઓફીસની મહત્વની કામગીરી ઠપ્પ થઇ જતી હોવાની ટંકારા બાર એસોસિએશનની રાવ

ટંકારા : ટંકારાની મામલતદાર ઓફીસમાં સુવિધા પુરી પાડતો બી.એસ.એન.એલ. (જી-સ્વાન)નો કેબલ વારંવાર કપાઈ જતા દસ્તાવેજની કામગીરી તથા ઈ-ધરા ઓફીસની મહત્વની કામગીરી અટકી પડેલ છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ટંકારા બાર એસોસિએશન દ્વારા મામલતદાર કચેરીને અપીલ કરવામાં આવી છે.

આ લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ટંકારાની મામલતદાર ઓફીસમાં બી.એસ.એન.એલ.નો કેબલ કપાઈ જતા જી-સ્વાન બંધ થઈ જતા દસ્તાવેજની કામગીરી તથા ઈ-ધરા ઓફીસ અને મામલતદાર ઓફીસની મહત્વની કામગીરી થઈ શકતી નથી. ગઈકાલે તા. 27ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ જી-સ્વાન બંધ થઈ જતા દસ્તાવેજની મહત્વની કામગીરી અટકી જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને અરજદારો તથા વકીલોનો સમય વેડફાય છે.

- text

વધુમાં, રજુઆતમાં જણાવાયું છે કે અગાઉ પણ તા. 2 થી 9 જુલાઈ સુધી કેબલ કપાઈ જતા દસ્તાવેજની કામગીરી અટકી પડેલ હતી. જેના લીધે વકીલોને તથા અરજદારોને મુશ્કેલી પડે છે. આથી, સરકારના સંલગ્ન ડીપાર્ટમેન્ટને આ બાબતે જાણ કરી વારંવાર પડતી મુશ્કેલીનો ઉકેલ લાવવા સત્વરે જરૂરી બી.એસ.એન.એલ.ની જી-સ્વાનની સવલતની સાથે અન્ય સવલત પણ ઉભી કરાય. જેથી, મુશ્કેલી નિવારી શકાય. તો આ બાબતે સત્વરે કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.

- text