મોરબી : બેલા અને રફાળેશ્વર નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

- text


બેલા નજીકથી રૂ. 15,000 અને રફાળેશ્વરમાંથી રૂ. 9,450નો વિદેશી દારૂ ઝડપાયો

મોરબી : ગઈકાલે તા. 26ના રોજ મોરબી તાલુકાના બેલા ગામ નજીકથી તથા રફાળેશ્વર ગામમાંથી એક-એક શખ્સને વિદેશી દારૂના ગુનામાં પકડી પાડવામાં આવ્યા છે. બેલા નજીકથી રૂ. 15,000 અને રફાળેશ્વરમાંથી રૂ. 9,450નો વિદેશી દારૂ ઝડપાયો છે. મોરબી તાલુકા પોલીસ દ્વારા બંને જુદા-જુદા બનાવના આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text

મોરબી તાલુકાના બેલા ગામથી તળાવીયા શનાળા ગામ તરફ જવાના રસ્તે કેરીયા હનુમાનજીના મંદિરે જવાના કાચા રસ્તેથી મોટર સાયકલ પર જતા જયદીપ આનંદભાઇ રાહોરીયા (ઉ.વ.૧૯, ધંધો-મજુરી, રહે. મધુવન પાર્ક, અંબિકા સોસાયટીની પાછળ, ત્રાજપર પ્રાથમિક શાળાની બાજુમાં, તા.જી.મોરબી)ને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૪૧ (કિં.રૂ. ૧૫,૦૦૦/-) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો તથા મોટર સાયકલ સહીત કુલ રૂ.૩૦,૦૦૦/- ના મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ ઉપરાંત, મોરબી તાલુકાના રફાળેશ્વર ગામમાં જી.આઇ.ડી.સી.ના નાકા પાસેથી બાલારામ પપ્પારામ બિશ્નોઇ (ઉ.વ.૨૭, ધંધો-ડ્રાઇવિંગ, રહે. ગામ-જોધપુર ડોલી, તા.પાંચપદ્રા, જી.બાડમેર, રાજસ્થાન)ને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની શીલપેક કાચની બોટલો નંગ-૧૮ (કિં.રૂ. ૭,૦૫૦/-) તથા ટીનના બીયર નંગ-૨૪ (કિં.રૂ.૨,૪૦૦/-) સાથે મળી કુલ રૂ.૯૪૫૦/-ના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.

- text