મોરબી અને હળવદમાં શ્રાવણીયો જુગાર રમતા 12 શખ્સો ઝડપાયા

મોરબી : મોરબી અને હળવદમાં પોલીસે ગઈકાલે શ્રાવણીયો જુગાર રમતા 12 શખ્સો ઝડપી લીધા હતા અને પોલીસે બન્ને સ્થળ પરથી કુલ રૂ.38 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ જુગારની પ્રથમ રેડની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીન સામાકાંઠે વરિયાનગર પાછળ આવેલ ચામુંડાનગર વિસ્તારમાં જુગાર રમતા પરસોત્તમભાઈ મોતીભાઈ પરમાર, મહેશભાઈ માવજીભાઈ સોલંકી, સંજયભાઈ અશોકભાઈ સોલંકી, ગૌતમભાઈ સવજીભાઈ પરમાર, ખેંગારભાઈ મોતીભાઈ મકવાણા અને પંકજભાઈ બાલુભાઈ સોલંકીને રોકડા રૂ.20,410 સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજી જુગારની રેડમાં હળવદ પોલીસે ગઈકાલે હળવદના દેવળીયા ગામની સીમમા પ્રતાપગઢના પાટીયે રેલ્વે ફાટક પાસે જાહેરમાં જુગાર રમતા મહેંદ્રસિંહ ભારતસિંહ ઝાલા દલપતભાઇ ઉર્ફે અશ્વીનભાઇ વજુભાઇ ચાવડા, અકબરભાઇ હબીબભાઇ શામતાણી, દીનેશભાઇ બાબુભાઇ લોલાડીયા, કાળુભાઇ ગંગારામભાઇ મોરતરીયા અને ચંદુલાલ લાભશંકરભાઇ જોશીને કુલ રોકડા રૂ.18400 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.