મોરબી-વાંકાનેર હાઇવે પરથી 400 લીટર દેશી દારૂ ઝડપાયો

એક આરોપી પકડાયો, એકની શોધખોળ ચાલુ

વાકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મોરબી-વાંકાનેર હાઇવે પરથી 400 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ બનાવમાં પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. તેમજ એક આરોપીની શોધખોળ ચાલુ છે.

વાંકાનેર તાલુકાના મોરબી-વાંકાનેર હાઇવે રોડ પર ઢુવા ગામ ઓવરબ્રીજ ઉપર ભવાની હોટલની સામેથી અનીલ દીલુભાઇ માંડલીયા (ઉ.વ.-24, રહે. ઢેઢુકી, ગામ તા. સાયલા, જી. સુરેન્દ્રનગર)એ મારૂતી સ્વીફટ ગાડી નંબર- GJ-07-BB-5151 (કી.રૂ. ૨,૦૦,૦૦૦/-)માં પ્લાસ્ટીકના બાચકાઓ નંગ-૧૩માં પ લીટરની ક્ષમતાવાળી કોથળીઓ નંગ-૮૦, દેશી પીવાનો દારૂ આશરે લીટર-૪૦૦, કિ.રૂ.૮૦૦૦/- નો લઇ કુલ કિ. રૂ.૨,૦૮,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે.

આ બનાવમાં આરોપી અનિલ આરોપી અનવર હાજીભાઇ મીયાણા (રહે. મોરબી-૨, કાંતીનગર, તા.જી. મોરબી)ને દેશી દારૂનો જથ્થો આપવા જતો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ પોલીસે આરોપી અનિલની અટકાયત કરી છે. અને આરોપી અનવરને પકડવા તજવીજ હાથ ધરી છે.