રવિવાર(10.45 pm) : મોરબી જિલ્લામાં વધુ 5 કેસ નોંધાયા, આજના રેકર્ડબ્રેક 25 કેસ થયા

- text


 

જામનગર મોકલાયેલા સેમ્પલમાંથી 3 પોઝિટિવ : માળિયા તાલુકામાં પ્રથમ કેસ નોંધાયો : જ્યારે હળવદના બે દર્દીના ખાનગી લેબમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા : મોરબી જિલ્લાના કુલ કેસ થયા 248

મોરબી : મોરબી જિલ્લામાં રવિવારે રાત્રીના 8 વાગ્યા સુધીમાં 20 કેસ નોંધાયા બાદ મોડી રાત્રીના વધુ 5 કેસ નોંધાયા છે. આ સાથે આજે રવિવારે રેકર્ડબ્રેક 25 કેસ નોંધાયા છે. આમ જિલ્લામાં કુલ 248 કેસ થઈ ગયા છે.

મોરબી જિલ્લામાં આજે સાંજના સુમારે 20 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા બાદ રાત્રીના વધુ 5 કેસ નોંધાયા છે. જેમાં 3 રિપોર્ટ જામનગરની સરકારી લેબમાં પોઝિટિવ જાહેર થયા છે. જેની મળતી વિગત મુજબ મોરબીના પંચાસર રોડ પર ન્યુ જનકમાં રહેતા 80 વર્ષના વૃદ્ધા અને મોરબીના શનાળા પાસે હડાણીની વાડીમાં રહેતા 33 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે એક કેસ માળીયા તાલુકામાં નોંધાયો છે. જેમાં વેણાસર ગામે રહેતા 16 વર્ષના સગીરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ માળીયા મિયાણા તાલુકાનો પ્રથમ કેસ છે.

- text

જ્યારે આ ઉપરાંત હળવદના બે લોકોના ખાનગી લેબોરેટરીમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાની વિગતો મળી છે. જેમાં હળવદના સોનિવાડમાં રહેતા 56 વર્ષના મહિલા તેમજ હળવદના રાસંગપર રોડ પર કૃષ્ણનગરમાં રહેતા 54 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં આજે રાત્રીના 8 વાગ્યા સુધીમાં કુલ 20 કેસ નોંધાયા હતાં. ત્યાર બાદ વધુ 5 કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે આજના રેકર્ડબ્રેક કુલ કેસ 25 થયા છે. જેમાં 1 માળીયા, 3 હળવદ અને 21 મોરબીમાં નોંધાયા છે. આમ જિલ્લાના કુલ કેસ 248 થઇ ગયા છે.

- text