પ્રેમની દુનિયા : તું અને હું, બીજું જોઇએ પણ શું…!

- text


(હિટ વિકેટ..નિલેશ પટેલની કલમે..)

તું અને હું : બીજું જોઇએ પણ શું….!!
-અંકિત ત્રિવેદી

ઈશ્વર નું સૌથી શ્રેષ્ઠ સર્જન છે ‘ પ્રેમ ‘ સમગ્ર વિશ્વ ને એક જ તાંતણે લાગણી ના અતુટ બંધન માં બાંધી રાખવાની અસીમ શક્તિ માત્ર પ્રેમ માં છે અખૂટ શક્તિઓ થી જંગ જરૂર જીતી શકાય છે પણ જગ જીતી શકાય છે માત્ર પ્રેમ થી , કદાચ ઈશ્વર જાણતા જ હશે કે જો કોઈ વ્યક્તિ પ્રેમ ને વશ માં કરી લેશે તો આખું જગત તેનું ગુલામ બની જશે અને કદાચ એટલે જ ઈશ્વરે તમામ મનુષ્યો ના મન માં પ્રેમ ની જુદી જુદી વ્યાખ્યાઓ અંકિત કરી હશે જેના લીધે તમામ લોકો પોત પોતાના વિચારો મુજબ પ્રેમ મેળવે છે કે પછી તેમાં જીવન ને દુઃખમય બનાવી દે છે

આજ ની યુવાપેઢી એ તો જાણે કળીયુગ ને મદદ કરવાનું નક્કી કરી લીધું હોય એમ પ્રેમ શબ્દ ના અર્થ ને ફેરવી નાખવામાં કઈ બાકી રાખ્યું નથી ખુદ ઈશ્વર પણ જેને નતમસ્તક નમન કરે અને સમર્પિત બને એવા પવિત્ર અને અલૌકિક પ્રેમ ની બદનામી કરવામાં કઈ બાકી રાખ્યું નથી આજે પ્રેમ ની વ્યાખ્યા જડમૂળથી બદલાઈ ગઈ છે જેમ એક ને એક ખોટું વાક્ય હજારો વાર બોલાય છે ત્યારે એ સત્યરૂપે સાબિત થઈ જતું હોય છે એમ પ્રેમ આજે ઝંખના ની અભિવ્યક્તિ તરીકે મુલવાઈ રહ્યો છે કોઈ ને મેળવવાની ચાહ ને પ્રેમ ગણાવાય છે ને એટલે જ આજે માતા બહેન ,ભાઈ સગા સંબંધી કે મિત્ર માટે પ્રેમ શબ્દ નો ઉપયોગ કરવામાં ડર લાગે એ હદે પ્રેમ શબ્દ ને કલુષિત કરી નાખવામાં આવ્યો છે

પ્રેમ ની કિંમત તો ક્યારેય ઘટવાની જ નથી પણ એની છબી ને આપણે ઝાંખપ ચોક્કસ લગાવી દીધી છે આજે શબ્દો ની કિંમત ઘટી છે સંબંધો ની કિંમત ઘટી છે માણસ માણસ વચ્ચે ના ભરોસા તૂટ્યા છે ત્યારે આ આરોપ માં માનવીય ઈચ્છાઓ અને અભિવ્યક્તિઓ એ ફાંસી ના માંચડે પ્રેમ ને ચડાવ્યો છે પ્રેમ ને એટલો તો દુષિત બનાવી દેવાયો છે કે આજે સજ્જન અને સભ્ય સમાજ ના લોકો પણ પ્રેમ ને અધમ કૃત્ય માને છે

ભગવાન શ્રી કૃષ્ણ એ કરેલ કૃષ્ણલીલા , કૃષ્ણ અને રાધા વચ્ચે ના મીઠા સંબંધો એ શુદ્ધ પ્રેમ જ હતો અને એ સમય ના રૂઢીચુસ્ત ગણાતા લોકો એ પ્રેમ ને સહર્ષ સ્વીકાર્યો પણ હતો તો આજ ના કથિત પ્રેક્ટીકલ યુગ માં એવું તો શું થઇ ગયું કે પ્રેમ નો સ્વીકાર કરવો મુશ્કેલ પડી રહ્યો છે ?.કેમ પ્રેમ ને અલગ દ્રષ્ટી થી જોવામાં આવે છે ?.ઘર માં પ્રેમ એ ના બોલવા લાયક શબ્દ માનવામાં આવે છે , કોલેજ માં યુવક કે યુવતી ને ફસાવવા માટે પ્રેમ નો હથિયાર તરીકે ઉપયોગ થઇ રહ્યો છે પ્રેમાળ અને લાગણીભર્યા શબ્દો નો ઉપયોગ કોઈ નું બ્રેઈન વોશ કરીને જે સત્ય નથી એ સત્ય તરીકે દેખાડવા માટે થઇ રહ્યો છે.

પ્રેમી નું સ્થાન આજે પ્રેમ ના નામે સામે ના પાત્ર નો ઉપયોગ કરનારા લોકો એ લીધું છે તો સમાજ માં એક એવો મોટો વર્ગ છે કે જે પ્રેમ માં મળેલ વિયોગ ને નિષ્ફળતા સમજી ને અંધકારમય ભાવી તરફ દોડી રહ્યો છે અનેક લોકો ચાહત ને પ્રેમ માની ને પ્રેમ ના નામે ફના થવા બેઠા છે મોટા ભાગ ના પ્રેમીઓ પોતાના જીવન માં આવેલ દુખો માટે પોતાના જ પ્રિય પાત્ર ને જવાબદાર ઠેરવે છે જગત ના અડધા થી વધુ લોકો પ્રેમ થી આસક્ત છે પણ આજે જે કઈ થઇ રહ્યું છે એ માત્ર પ્રેમ ને ના સમજી શકવાના લીધે થઇ રહ્યું છે માણસ પોતાની જાત ને પ્રેમી તરીકે પ્રસ્થાપિત તો કરી જ દે છે પણ પ્રેમ ના અર્થ ને કે પોતાના કર્તવ્ય ને સમજવા પ્રયત્ન કરતો નથી કે કરવા માંગતો નથી અને જીવન માં સર્જાતી સ્થિતિ માટે પોતાના પ્રિય સાથી ને જવાબદાર માની તેને જ જીવનભર કોસતો દુઃખમય જીવન વિતાવતો રહે છે જીવન ની નિષ્ફળતા નો દોષ પ્રેમ કે પ્રિયપાત્ર પર ઢોળી એવો એ તો નરી આંખે કુવામાં પડવું અને પછી દોષ કુવાને દેવા બરોબર છે

મિત્રો , એક વખત પ્રેમ ને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ અને પ્રેમ ના સાચા રૂપ ને સમજ્યા બાદ એ પ્રેમ છે કે માત્ર વહેમ એ નક્કી કરવું જોઈએ મોટાભાગે તો પ્રેમ વહેમ જ સાબિત થતો હોય છે કારણકે પ્રેમ ક્યારેય દુખ આપે એ શક્ય જ નથી પ્રેમ તો અમૃત છે તેમાં વિષ ના લક્ષણો ક્યાંથી આવે ? માત્ર બને એવું કે કદાચ આપણે વિષ ને અમૃત સમજી ને પીતા હોઈએ આથી વિષ અને અમૃત નો ભેદ જાણવા માટે પ્રેમ ને સમજવો અનિવાર્ય છે

- text

વાસ્તવ માં પ્રેમ નો અર્થ છે ત્યાગ અને સમર્પણ , પ્રેમ એ કઈ મેળવી લેવાની વસ્તુ નથી પ્રેમ એ આપી ને ખુશ થવાની લાગણી છે પ્રેમ નું કોઈ સ્વરૂપ નથી હોતું પ્રેમ એ હર્દય માંથી છલકાતો લાગણી નો એવો સમુદ્ર છે કે જે પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે કાયમ ધુધવતો જ રહે છે પોતાને ના ગમતું કોઈ પણ કામ કરવા પણ એ પ્રિયપાત્ર માટે તરત તૈયાર થઇ જાય છે પ્રિયપાત્ર ના દુખ ની વેદના ને એ માત્ર અનુભવતો જ નથી પણ તમામ દુઃખો ને પોતાના માં સમાવી લેવા એ તત્પર બને છે પ્રેમી દ્વારા તેની અવગણના કરાતી હોય તો પણ તેની નજર માં પોતાનું પ્રિયપાત્ર જ સર્વોચ્ચ સ્થાને બિરાજેલ રહે છે પ્રિયપાત્ર માટે સર્વસ્વ લુંટાવી દેવાની ભાવના માં જ એ ડૂબેલો હોય છે સામાપક્ષે તેને કઈ મેળવી લેવાની લેશ માત્ર તમન્ના હોતી નથી બસ પ્રિયપાત્ર ને ખુશ કરવા માટે એ પોતાના જીવન ની ખુશીઓ હસતા મોઢે જતી કરી દેતો હોય છે પ્રિયપાત્ર તરફ થી મળતા નકારાત્મક પ્રતિભાવો તેની નજર માં માત્ર પોતાના નસીબ આધારિત બની જતા હોય છે તેને ક્યાય પ્રિયપાત્ર નો વાંક દેખાતો જ નથી

પ્રેમી ની સાચી કસોટી ત્યારે થાય છે જયારે તેનું પ્રિયપાત્ર તેના પ્રેમ ને સમજી શકતું નથી અગર તો તેનો પ્રેમ કોઈ અન્ય હોય છે ત્યારે પ્રેમી ના હૃદય માં પોતાના પ્રિયપાત્ર તરફ નારાજગી ના જન્મે અને પ્રિયપાત્ર ની ખુશી જ તેને મન સર્વોચ્ચ બની રહે તે સાચો પ્રેમી છે પ્રેમ શબ્દ ને આવો પ્રેમી જ સમજી શકતો હોય છે અને એ જ પ્રેમ માટે યોગ્ય મનુષ્ય છે પ્રેમ કરનાર સુખી ઓછા હોય છે એવું લોકો માનતા હોય છે પણ પ્રેમ માં સર્વસ્વ ગુમાવનારા તો પોતાન મન માં સાચા પ્રેમી હોવાનો અખૂટ આનદ લઇ ને જીવતા હોય છે જોકે પ્રેમીઓ ની આવી હાલત માટે પ્રેમ ની બદલાયેલી વ્યાખ્યા અની સંજોગો જવાબદાર હોય છે ઘણીવાર તેના પ્રિયપાત્ર ની નજર માં પ્રેમ ની વ્યાખ્યા કઈક જુદી જ હોય છે અને પોતાના સપનાઓ પુરા કરવાની લાલચ માં પોતાના સાચા સાથી ને ઓળખવામાં થાપ ખાઈ જતા હોય છે બની શકે કે એવા સંજોગો માં તે પોતાની બધી જ ખુશીઓ કદાચ મેળવી લે પણ તેના સુખ ની કામના માં ખરા હૃદય થી જિંદગી હારી જનાર તેનો પ્રેમી જીવનભર માટે વિરહ ની વેદના માં તડપતો રહે છે તો ઘણીવાર સંજોગો એવા ઉભા થાય છે કે પ્રિયપાત્ર તેના માટે સર્વસ્વ હારી જનાર પ્રેમી ને સમજતું જ હોય પણ સંજોગોવશાત પ્રેમ નું બલિદાન આપી સમાધાનકારી લાચાર જીવન જીવવા મજબુર બની જતું હોય છે અને એ સ્થિત માં બંને જીવનભર પ્રેમ ની આગ માં સળગતા રહે છે પણ જીવન તો જીવતા જ હોય છે બસ રાહ જીવન પૂરું થાય એની જોતા રહે છે

મિત્રો , માટે જ કહું છું દુખી થાત પહેલા તમે તમારા આત્મા ને પૂછી લો કે તમે ખરેખર પ્રેમી જ છો ? કે માત્ર કોઈ ને મેળવવા ખાતર પ્રેમ ના નામે જીવન ને હોમી નાખવા તૈયાર થયા છો જો બાદ માં લાગે કે હા તમે પ્રેમી જ છો અને પ્રેમ ની લાગણીઓ ને સમજી રહ્યા છો તો જ આ કાંટાળા માર્ગ ને સ્વીકારવા તૈયાર થજો અન્યથા નવું જીવન તમારી રાહ જોઈ ને ઉભું છે બની શકે કે તમને ત્યાં તમારા સાચા પ્રેમ સાથે મુલાકાત થઇ જાય !! અને ખોવાયેલી ખુશીઓ થી તમારું જીવન ખુશીઓ થી ફ્ફરી ખીલી ઉઠે આથી જ કહું છું કે જો તમને લાગે કે તમે આ આગ થી દુર છો તો તાત્કાલિક જીવન સાથે પુનઃ જોડાઈ જાવ નવેસર થી જીવન જીવવાની શરૂઆત કરો તેના કારણે તમને પ્રેમ કરતા તમારા પરિવારજનો ના જીવન નો ઉત્સાહ બેવડાઈ જશે અને આમ કરતા જો પ્રેમ ની ખરી વ્યાખ્યા સમજ માં આવી જાય તો બની શકે કે વર્ષો થી પ્રેમ માટે તરસતા કેટલાય પ્રેમીઓ ના જીવન માં ફરી અજવાળું પથરાય અને આજે બદનામી ના દલદલ માં ફસાયેલ પ્રેમ શબ્દ કદાચ લોકો ના હર્દય માં ફરી સર્વોચ્ચ સ્થાને બિરાજે

પ્રેમ એ કોઈ ના માટે મરવું એ તો નથી જ પણ કોઈ ને ખુશ કરવા અણગમતી જિંદગી પણ હોંશે હોંશે જીવવી એ પ્રેમ છે જીવન માં સર્જાયેલ કોઈ પણ સ્થિત માટે કઈ પણ કારણ કેમ ના હોય ? પણ તમારા જે પરિવારજનો તમારી આંખો માં પુનઃ જીવન પ્રત્યે નો ઉત્સાહ જોવા માંગે છે તેમને તમારા દુઃખી જીવન ના કારણે દુઃખી થવું પડે તો આવી સ્થિતિ માં આપણે કુદરત અને પ્રેમ બંને ના ગુનેગાર બનીએ છીએ માટે ઉઠો .. જાગો …અને જીવન માં બનેલી દુઃખદ ઘટનાઓ ને ભૂલી ને નવેસર થી જીવન નો પ્રારંભ કરો …. બેસ્ટ ઓફ લક …

જય હિન્દ …નિલેશ પટેલ મોરબી

- text