લજાઈ ખાતે આવેલા મહાભારત કાળના ભીમનાથ મહાદેવ મંદિરનું વર્તમાનમાં પણ અનેરું મહાત્મ્ય

- text


  • 5 હજાર વર્ષ પૂર્વે વનવગડામાં અજ્ઞાતવાસ દરમિયાન ભીમે સ્થાપેલ મહાદેવનું મંદિર શિવભકતોની આસ્થાનુ કેન્દ્ર
  • આ વર્ષે કોરોનાને કારણે હોમાત્મક રુદ્રાભિષેક યજ્ઞ, બ્રહચોર્યાસી છત્રપુજા સહિતના કાર્યકમો સ્થગિત કરાયા : માત્ર સરકારના નિયમોનુસાર દર્શનનો લાભ પ્રાપ્ય

ટંકારા : રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના લજાઈ ગામથી 3 કિ.મી. દુર આવેલ ભીમનાથ મહાદેવનું આશરે પાંચ હજાર વર્ષ પુરાણું શિવમંદિર આવેલ છે. લોકવાયકા મુજબ પાંચ પાંડવો પૈકીના શિવલીંગની સ્થાપના ભીમસેનના હાથે કરવામા આવેલ હતી. જેથી, આ શિવલીંગનું નામ ‘શ્રી ભીમનાથ મહાદેવ’ રાખવામા આવેલ છે.

ટંકારાથી મોરબી હાઈવે પર વસેલા લજાઈ ગામના વનવગડામાં આવેલ ભવ્યાતિભવ્ય દેવાધિદેવ મહાદેવ શ્રી ભીમનાથનું પૌરાણિક મંદિર આવેલું છે. જ્યાં સોમપુરી કલાના એક અદભૂત નમૂનારૂપે સુંદર કલાત્મક મંદિર શિવ ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર છે. કહેવાય છે કે આ મંદિરની સ્થાપના ભીમે ચૌદ વર્ષના વનવાસ વખતે કરી હોવાથી આ મંદિરનું નામ ભીમનાથ મંદિર પાડવામાં આવ્યું હતું. ભીમને શિવ દર્શન બાદ જ ભોજન કરવાની પ્રતિજ્ઞા હોય ભીમે અહીં પોતાના હાથે શિવલિંગની સ્થાપના કરી પૂજન અર્ચન કરી મહાદેવની પુજા કરી હતી.

- text

ટંકારાના લજાઈ ગામે ભીમનાથ મહાદેવ મંદિર તરીકે પ્રખ્યાત જગ્યામા પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન હોમાત્મક રૂદ્રાભિષેક યજ્ઞ કરવામાં આવે છે. લજાઈ ગામ અને ગૌસેવા સાથે સંકળાયેલા લોકો અને શિવ ભક્તો અહીં નિત્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. જો કે આ વર્ષે કોરોનાને કારણે હોમાત્મક રુદ્રાભિષેક યજ્ઞ, બ્રહચોર્યાસી છત્રપુજા સહિતના કાર્યકમો સ્થગિત કરાયા છે. ભાવિકોને માત્ર સરકારના નિયમોનુસાર દર્શનનો લાભ પ્રાપ્ય છે.

- text