શનિવાર(7.00pm) : મોરબીમાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ સાથે આજના કુલ 9 કેસ નોંધાયા

- text


નવા 9 કેસની સામે આજે 11 લોકોને રજા અપાઈ : મોરબી જિલ્લાના કુલ કેસ થયા 223

મોરબી : મોરબીમાં આજે 25 જુલાઈ, શનિવારે સાંજે 6.45 વાગ્યે એક સાથે પાંચ કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા બાદ વધુ 4 કેસ નોંધાયા છે. આ સાથે આજના કુલ કેસ 9 થયા છે. અને આજના નવા કેસ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 223 થઈ ગયો છે.

શનિવારે સાંજે જાહેર થયેલા કોરોના કેસની મળતી વિગત મુજબ મોરબીના રવાપર-ઘુંડળા રોડ પર ક્રિષ્ના સ્કૂલની પાસે આવેલા કેશરીનંદન એપાર્ટમેન્ટમાં 301 નંબરના ફ્લેટમાં રવાહતા 40 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમનું સેમ્પલ અમદાવાદ ખાનગી લેબમાં મોકલવામાં આવ્યું હતું. જ્યારે મોરબી આરોગ્ય વિભાગ દ્વારા જામનગર મોકલાયેલા સેમ્પલમાંથી ચાર લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબીના માધાપર-18માં રહેતા 30 વર્ષના મહિલા, મોરબીના ગ્રીનચોકમાં રહેતા 48 વર્ષના પુરુષ અને મોરબીના વિશિપરામાં રહેતા 70 વર્ષના મહિલા તેમજ મોરબીના રામક્રિષ્ના નગરમાં રહેતા 53 વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

- text

ત્યાર બાદ સાંજે 7 વાગ્યે વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં મોરબીના મહેન્દ્રનગર ગામમાં આવેલી ધર્મશક્તિ સોસાયટીમાં રહેતા 52 વર્ષના પુરુષ તથા મોરબીના નીચી માંડલ ગામે રહેતા 60 વર્ષના વૃદ્ધ અને મોરબીના જેપુર ગામે રહેતા 33 વર્ષના યુવાન તેમજ મોરબીના શક્તિપ્લોટમાં રહેતા 55 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે આજના કુલ કેસ 9 થયા હતા. અને મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 223 થઈ ગઈ છે.

જ્યારે આજે નવા 9 કેસની સામે 11 લોકો કોરોનામાંથી સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં મોરબીના વાવડી રોડ પર શ્રીનાથજી સોસાયટીમાં રહેતા 64 વર્ષીય પુરુષ, સતાધાર પાર્કમાં સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા 70 વર્ષીય પુરુષ અને 46 વર્ષીય પુરુષ, સિપાઈવાસના 27 વર્ષીય યુવાન શોયબ મહમંદભાઈ રાઠોડ (યુવાને જાતે ફોન કરીને નામ લખાવેલ છે) આ ઉપરાંત માધાપર-18ના 55 વર્ષીય પુરુષ, શિવનગરના 32 વર્ષીય પુરુષ, પરશુરામનગરના 45 વર્ષીય પુરુષ, કન્યા છાત્રાલય પાછળના વિઠ્ઠલનગરના 37 વર્ષીય પુરુષ, વાંકાનેરમાં જાપાશેરીના 75 વર્ષીય પુરુષ, હળવદમાં વાણિયાવાસના 65 વર્ષીય પુરુષ, સરા રોડ પર સિદ્ધનાથ સોસાયટીના 37 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.

- text