મોરબી : જાહેરમાં જુગાર રમતા છ શખ્સોની અટકાયત

પોલીસે રોકડ રૂ. 12,250 જપ્ત કર્યા

મોરબી : મોરબી શહેરમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 12,250 જપ્ત કર્યા છે.

મોરબીની સુર્યકીર્તી સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ રૂ. 12,250 કબ્જે કરવામાં આવ્યા છે. આ બનાવમાં ચીરાગભાઇ વીઠલભાઇ હદવાણી, દૈનીકભાઇ વલ્લભભાઇ ભુત, ભૌતીકભાઇ લીલાધરભાઇ લાડાણી, મનોજભાઇ વસંતભાઇ સાકરવાડીયા, ચીરાગભાઇ નટુભાઇ ઝાલાવડીયા તથા ઇમ્તીયાઝભાઇ આમદભાઇ સોલંકીની અટકાયત કરવામાં આવી છે. તેમજ પોલીસે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.