મોરબી : કારખાનામાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત

મોરબી : મોરબી શહેરમાં શનાળા રોડ પર આવેલ કારખાનામાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત થયું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 24ના રોજ મોરબીના શનાળા રોડ પર GIDC નજીક ગણેશ સીમેન્ટનાં કારખાનામાં ઇલેકટ્રીક શોક લાગતા બેરમસીંહ સુરસીંહ બામણીયા (ઉ.વ. 25)નું મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.