હળવદ : માત્ર દસ દિવસ પહેલા પ્રારંભ થયેલા લગ્નજીવનનો કરુણ અંત, પત્નીનો આપઘાત

- text


પતિ સાથે અવારનવાર બોલાચાલી થતી હોવાથી પત્નીએ જીવન ટૂંકાવ્યું

હળવદ : હળવદમાં માત્ર દસ દિવસ પહેલા પ્રારંભ થયેલા લગ્નજીવનથી કંટાળી પત્નીએ આપઘાતનો રસ્તો પસંદ કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. જેમાં પતિ સાથે અવારનવાર બોલાચાલીથી કંટાળી પત્નીએ જીવન ટૂંકાવી લીધું છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

હળવદમાં ઘનશ્યામભાઈ લક્ષમણભાઈ કણઝરીયા વાડીમાં રહેતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સંજોઈ ગામમાં રહેતા દેવાભાઈ સમસુભાઈ માવીના પત્ની કનીતાબેન (ઉ.વ. 20)એ ગત તા. 22ના રોજ ઝેરી દવા પી લીધી હતી. આથી, તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.

- text

આ બનાવમાં પ્રાપ્ત વિગત મુજબ દેવાભાઈ અને કનીતાબેનના 10-12 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. પરંતુ પતિ પત્નીની સાથે અવારનવાર બોલાચાલી કરતો હતો. આથી, કાનિતાબેન લગ્નજીવનથી કંટાળી ગયા હતા. એક દિવસ કાનિતાબેન વહેલી સવારના જાગેલ હતા. જેથી, એ શું કામ વહેલી જાગે છે, સુઈ જા તેમ કહ્યું હતું. આ વાતનું લાગી આવતા કનિતાબેનએ વાડીની ઓરડીની પાછળ ઘાસમાં છાટવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરી છે. તેમજ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

- text