મોરબીમાં હવે રેપિડ ટેસ્ટ કીટથી કોરોના થયો છે કે નહીં તેનો સર્વે કરાશે

- text


જોકે તંત્ર દ્વારા મોરબીને માત્ર 200 જ રેપીડ ટેસ્ટ કીટ ફાળવાઈ

મોરબી : મોરબી જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એક સમયે ગ્રીન ઝોન ધરાવતા મોરબી જિલ્લામાં અત્યાર સુધી 214 કોરોના વાયરસ પોઝીટીવ કેસ નોંધાયા છે. આવી કપરી પરિસ્થિતિમાં કોરોના રિપોર્ટ પણ વહેલો આવવો જરૂરી છે. જેથી, દર્દીની સારવાર જલ્દીથી ચાલુ થઇ શકે અને કોરોનાનો ફેલાવો અટકાવી શકાય.

ત્યારે મોરબી જિલ્લામાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ, રાજકોટની જેમ મોરબીને પણ રેપિડ ટેસ્ટ કીટ ફાળવવામાં આવી છે. આ રેપિડ ટેસ્ટ કીટથી કોરોના થયો છે કે નહીં તે માત્ર 30 મિનિટમાં જાણવા મળે છે. સરકાર દ્વારા મોરબી જિલ્લાને હાલમાં 200 રેપિડ ટેસ્ટ કીટ ફાળવવામાં આવી છે. ગઈકાલે કીટ દ્વારા 15 રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

- text

આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરાએ જણાવ્યું છે કે મોરબીમાં રેપિડ ટેસ્ટ કીટથી કોરોનાના સંક્રમનનો સર્વે કરવામાં આવી રહ્યો છે. આ કીટનો ઉપયોગ સરકાર દ્વારા જાહેર કરાયેલ ગાઈડલાઈન મુજબ કરવામાં આવી રહ્યો છે. તેમજ આગામી દિવસોમાં હજુ વધુ રેપિડ ટેસ્ટ કીટની માંગણી સરકાર પાસે કરવામાં આવશે. જેથી, વધુ લોકોના ટેસ્ટ કરી સંક્રમણ અંગે જાણી યોગ્ય પગલાં લઇ શકાય.

જોકે રેપીડ ટેસ્ટ કીટથી કોરોના વાયસર જેવો કોઈ રોગ થયો છે કે નહીં તેનું માત્ર અનુમાન લગાવી શકાય. આ કોરોના ટેસ્ટનો ફાઇનલ ટેસ્ટ નથી.

- text