મોરબી નજીક જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી-હળવદ હાઇવે પર જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 43,500 જપ્ત કરી છે.

- text

મોરબી તાલુકાના મોરબી-હળવદ હાઇવે પર રામકો વીલેજના હનુમાનજીના મંદીર પાસેથી છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 43,500 કબ્જે કરી છે. આ બનાવમાં ભરતભાઇ છગનભાઇ સોરીયા, દર્શનભાઇ જનકલાલ ઝા, લાલજીભાઇ કાંતીભાઇ લશ્કરી, હીરેનભાઇ શૈલેષભાઇ ખીચડીયા, જયેશકુમાર રણછોડભાઇ કાવર તથા અશોકભાઇ ગોરધનભાઇ ગઠીયાની અટકાયત કરવામાં આવી છે. તેમજ પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

- text