ઢવાણા ગામમાં મહિલાનો ઝેરી દવા પી આપઘાત

હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામમાં રહેતી એક મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 23ના રોજ ઢવાણા ગામમાં રહેતા હેમંતભાઈ ઉર્ફે હેમુભાઈ કરશનભાઈ સારદીયાના પત્ની ભારતીબેન (ઉ.વ. 25)એ સંજયભાઈ ધીરૂભાઈ દુધરેજીયાની વાડીએ અજાણ્યા કારણસર ઝેરી દવા પી લીધી હતી. આથી, તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના લગ્નજીવનને 5 વર્ષ થયા છે. આ બનાવની પોલીસે નોંધ કરી છે. તેમજ વધુ તપાસ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.