હરબટીયાળીમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

રોકડ રકમ રૂ. 13,750 જપ્ત કરાયા

ટંકારા : ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 13,750 જપ્ત કરવામાં આવ્યા છે.

હરબટીયાળી ગામમાં સ્માશન પાસે નદીના કાંઠા પાસેથી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 13,750 જપ્ત કરી છે. આ બનાવમાં ઇશાભાઇ જુશાભાઇ ઠેબેકોતરા, શીવધનભાઇ બચુભાઇ કેસુર, રઘુભાઇ કલાભાઇ મોરાડીયા, વિજયભાઇ મોહનભાઇ પારઘી, અશોકભાઇ છગનભાઇ મકવાણા તથા અસલમશા રમજુશા શાહમદાર સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે.