મોરબી : લાતી પ્લોટમાંથી જુગાર રમતા પાંચ શખ્સોની અટકાયત

કુલ રોકડ રૂ. 4,160 કબ્જે

મોરબી : મોરબી શહેરમાં લાતી પ્લોટમાંથી જુગાર રમતા પાંચ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લાતી પ્લોટના કેસમાં પાંચ આરોપીઓ પાસેથી રૂ. 4,160 કબ્જે કરવામાં આવ્યા હતા.

ગઈકાલે તા. 23ના રોજ મોરબી શહેરમાં લાતીપ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પકડી રોકડ રકમ રૂ. 4,160 કબ્જે કરવામાં આવી હતી. આ બનાવમાં કબીરશા અલીશા સૈયદ, હાજીભાઇ જુમાભાઇ પીલુડીયા, કિશોરભાઇ અવચરભાઇ વડેચા, કાશમભાઇ અહેમદભાઇ ભટૃી તથા ઇમરાનભાઇ ગફારભાઇ પરમાર સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી છે.