મોરબી : યુવતીનું ઇલેક્ટ્રિક શોક લાગતાં મૃત્યુ

- text


મોરબી : મોરબી શહેરમાં ઇન્દિરાનગરમાં રહેતી એક યુવતીનું ઇલેક્ટ્રિક શોક લાગતાં મૃત્યુ થયું છે. આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

મોરબી શહેરના ઇન્દિરાનગરમાં સમર્પણ હોસ્પીટલ પાછળના વિસ્તારમાં રહેતા મીલનભાઇ જીંજુવાડીયાની 17 વર્ષીય દીકરી દિયુબેનને ગઈકાલે તા. 23ના રોજ પોતાના ઘરે ઇલેકટ્રીક શોક લાગી ગયો હતો. આ બનાવની પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text