લીલાપરની પેપરમિલના પાંચ પરપ્રાંતીય મજૂરો જુગાર રમતા પકડાયા

- text


રોકડ રકમ રૂ. 6,720 જપ્ત કરાયા

મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામની એક પેપરમિલના પાંચ પરપ્રાંતીય મજૂરોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 6,720 જપ્ત કર્યા છે.

- text

લીલાપર ગામમાં આવેલ તિર્થક પેપરમીલના ગેઇટ પાસે જાહેરમાં જુગાર રમતા તિર્થક પેપરમીલના પાંચ પરપ્રાંતીય મજૂરોને પકડી પાડવામાં આવ્યા છે. જુગારની રેઇડ દરમ્‍યાન પોલીસે રોકડ રકમ રૂ. 6,720 કબ્જે કર્યા છે. આ બનાવમાં પોલીસે વિનોદભાઇ રાજકુમાર વર્મા, બિકન હરીપ્રસાદ વર્મા, કાલીચરન કેશનપાલ વર્મા, રાજેશકુમાર રામદેવભકત ચૌરસીયા તથા બિરેન્દ્ર સુરેશભાઇ ગુપ્તાની અટકાયત કરી છે. તેમજ પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- text