લુણસરીયામાં ઝેરી દવા પી જતા પ્રૌઢનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામમાં એક પ્રૌઢ ઝેરી દવા પી જતા તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 23ના રોજ લુણસરીયા ગામમાં રહેતા વાલજીભાઇ સવાભાઇ મકવાણા (ઉ.વ. 50)એ પોતાની વાડીએ ઝેરી દવા પી ગયા હતા. આથી, તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ગામના સરપંચ જયેન્દ્રસિંહ ઝાલાએ પોલીસને જણાવ્યું છે કે વાલજીભાઈના મૃતદેહ પાસે ઝેરી દવાની બોટલ પડી હતી. આ બનાવની પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.