મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા એલિટ દ્વારા BBA કોલેજનો શુભારંભ

હવે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ માટે મેટ્રોસિટી સુધી લંબાવવું નહિ પડે : ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી જિલ્લાનાં શિક્ષણક્ષેત્રમાં નામાંકિત એલીટ ગ્રુપની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાણું છે. હવે, આ વર્ષથી એલીટમાં B.B.A. કોલેજનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વિશાળ કેમ્પસમાં એલીટ B.B.A.કોલેજનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે.

લજાઈ – હડમતિયા રોડ, લજાઈ ચોકડી પાસે આવેલ મોરબી, ટંકારા અને વાંકાનેરનાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપતી તથા છેલ્લા ૩ વર્ષથી કોલેજનાં રીઝલ્ટમા અગ્રેસર રહેતી એલીટ B.Sc. કોલેજની ઝળહળતી સફળતા બાદ આ વર્ષેથી એલીટ B.B.A. કોલેજનો શુભારંભ કરવામાં આવ્યો છે. તો ધો. 12 કોમર્સ પાસ કરેલ મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓને B.B.A. કરવા માટે મેટ્રોસીટી જવાની જરૂર રહેશે નહિ.

વિદ્યાર્થીઓ મોરબીમાં જ શ્રેષ્ઠ શિક્ષણ, સહઅભ્યાસિક પ્રવૃતિસભર, વિવિધ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ધરાવતી વિશાળ 15 એકરમાં પથરાયેલ કેમ્પસમાં B.B.A. કરી શકશે. તદ્દઉપરાંત હાઈ ક્વોલિફાઈડ સ્ટાફ તથા વિવિધ કંપનીઓનાં ફિલ્ડ વર્ક સાથે એલીટ B.B.A. કોલેજ શરૂ થઈ રહેલ છે.

ધો.12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ નીચે આપેલ લીંકમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને એડમિશન કન્ફર્મ કરી શકશે.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdsd89qr2LWeqrAgRtR54k3iOM-7V9MV7cknKq_Z21L0AmwOQ/viewform?usp=sf_link