મોરબીની છાત્રા મૈત્રી પારેખનું B.Ed સેમ.-4માં ઉત્કૃષ્ટ પરિણામ

મોરબી : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા B.Ed સેમ.-4નું પરિણામ જાહેર થયું છે. ત્યારે મોરબીના વિરપર ખાતે આવેલ નવયુગ બી.એડ. કોલેજની વિદ્યાર્થિની મૈત્રી કિરીટભાઈ પારેખનું B.Ed સેમ.-4માં અવ્વલ પરિણામ આવ્યું છે. તેણીએ કુલ ગુણ 625માંથી 620 ગુણ મેળવી 99.20% સાથે ઉતીર્ણ થયેલ છે. જે બદલ મૈત્રીને પરિવારજનો તથા કોલેજ પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.