મોરબી જિલ્લાની સ્વનિર્ભર શાળાઓ અચોક્કસ મુદત સુધી સદંતર બંધ, ઓનલાઇન શિક્ષણ પણ નહીં અપાઈ

- text


 શાળાઓ ચાલુ ન થાય ત્યાં સુધી ફી ન લેવાના ગુજરાત સરકારના આદેશથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ખફા

મોરબી : જ્યા સુધી શાળાઓ વાસ્તવિક ચાલુ ન થાય ત્યાં સુધી શાળાઓએ ફી ન લેવી તેવો રાજ્ય સરકારે આદેશ કરતા મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે શાળાઓ અચોક્ક્સ મુદત સુધી સદંતર બંધ રાખવા અને ઓનલાઇન શિક્ષણ પણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

આજ રોજ રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓની ફી મામલે મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે. કે જ્યાં સુધી શાળાઓ વાસ્તવિક રીતે ચાલુ ન થાય ત્યાં સુધી શાળાઓએ ફી ઉઘરાવવી નહિ. રાજ્ય સરકારના આ આદેશને પગલે મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ નારાજ થયું છે. અને જાહેર કર્યું છે કે જિલ્લાની શાળાઓ અચોક્ક્સ મુદત સુધી બંધ રહેશે.

- text

આ દરમિયાન વહીવટી કાર્ય બંધ રાખવામાં આવશે અને સરકારના કોઈ પરિપત્રના જવાબ આપવામાં આવશે નહિ. વધુમાં ઓનલાઇન શિક્ષણ પણ બંધ રાખવામાં આવશે.

- text