વાંકાનેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ

મોરબી જિલ્લામાં કોરોના દર્દીનો મૃત્યુઆંક થયો 12

વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે વધુ એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. વાંકાનેરમાં આ કોરોના દર્દીનું 3 મોત અને મોરબી જિલ્લામાં 12માં દર્દીનું મૃત્યુ નીપજ્યું છે.

વાંકાનેરના કોરોના દર્દીના મૃત્યુ અંગે મળતી વિગત મુજબ વાંકાનેર શહેરની અપાસરા શેરીમાં રહેતા 70 વર્ષના મુકુંદરાય તારાચંદ દોશીનો ગત તા. 11 જુલાઈના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમની રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના દર્દીના મૃત્યુનો આંકડો 12 થઈ ગયો છે. જ્યારે વાંકાનેર તાલુકામાં અત્યાર સુધીમાં 3 કોરોના દર્દીના મૃત્યુ નિપજ્યા છે.