મોરબી : આયુર્વેદના વૈદ્યો તથા હોમિયોપેથીક ડોક્ટરોએ સાથે મળી કોરોનાથી રક્ષણ માટે પ્રયાસો હાથ ધર્યા

- text


મોરબી : હાલમાં સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ની મહામારીના કારણે વિવિધ તકલીફો સહન કરી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ હાલમાં કોરોનાનો વ્યાપ વધતો જાય છે. જુદા-જુદા ક્ષેત્રના કોરોના વોરીયર્સ પોતાનુ યોગદાન આપી રહ્યા છે ત્યારે આપણી પ્રાચીન ચિકિત્સા પધ્ધતિ – આયુર્વેદના વૈદ્ય તથા હોમીયોપથી ડોકટર પણ પોતાનો સહયોગ આપી રહ્યા છે.

ગુજરાત સરકારના, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ તથા નિયામક, આયુષની કચેરી – ગાંધીનગરની સુચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા પંચાયત – આયુર્વેદ શાખા તથા જિલ્લાના ૧૧ આયુર્વેદ દવાખાનાઓ તથા ૬ હોમીયોપથી દવાખાનાઓ દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા માટે સધન કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દવાખાનાઓમાં તથા જુદા-જુદા સ્થળે સ્થાનિક સંસ્થાઓના સહયોગથી રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળા વિતરણ કરવામા આવે છે. જે અનુસંધાને અત્યાર સુધીમાં ૯૧,૩૩૮ લોકોએ લાભ મેળવ્યો છે. તથા ૧,૧૬,૨૨૭ લોકોએ હોમીયોપથી દવાઓના ડોઝ આપવામા આવ્યા છે. તેમજ લોકજાગૃતિ માટે એક લાખ જેટલી પત્રીકાઓ વહેચવામા આવી છે. ઓપીડીમા આવતા દર્દીઓને કોરોના અટકાયતી પગલાઓની સમજ આપવામાં આવે છે. વધુમાં, ક્વોરેટાઇન સેન્ટરમા કુલ ૨૭૧ને દવાઓ આપવામા આવી છે તથા કોરોના પોઝીટીવ દર્દી આવે ત્યા ક્ન્ટેંટમેંટ ઝોનમા દવાઓ તથા ઉકાળાની વહેચણી કરવામાં આવે છે. તેમજ જિલ્લા પંચાયત, પોલિસ સ્ટેશન, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી વગેરે સરકારી કચેરીઓમાં આયુર્વેદ ઉકાળા અને હોમીયોપેથીક દવાઓનુ વિતરણ કરવામા આવ્યુ હતું. તેમ જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો. પ્રવીણ વડાવિયાએ યાદીમાં જણાવ્યું છે.

- text

- text