હળવદ-માળીયા હાઈવે પર સર્જાયો વાહન અકસ્માત, નવ ઇજાગ્રસ્ત

- text


ક્રુઝરને આઈસરચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો, બે યુવતીને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાઈ

હળવદ : હળવદ-માળીયા હાઈવે ઉપર આવેલ આસ્થા સ્પિનિંગ મિલ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ક્રુઝર ચાલક સહિત નવ યુવતીઓ ઈજાગ્રસ્ત થઈ હતી. તેઓને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે બે યુવતીઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે સવારના સાત વાગ્યાની આસપાસ હળવદ માળીયા હાઈવે પર આવેલ આસ્થા સ્પિનિંગ મિલમા કામ કરતી યુવતીઓને લઈ ક્રુઝર આવી રહી હતી. ત્યારે આ મીલની સામે જ આઈસરચાલકે ક્રુઝરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ક્રુઝરચાલક સહિત નવ લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જેઓને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી. જોકે બે યુવતીઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતમાં પ્રવીણભાઈ ગોવિંદભાઈ (રહે. નિમકનગર-ડ્રાઇવર), રસીલાબેન લઘુભાઈ (રહે ગોપાલગઢ), કાજલબેન પ્રવિણભાઇ (રહે કુડા), રંજનબેન રઘાવરભાઈ (રહે.નિમકનગર), શ્રધ્ધાબેન ભુપતભાઇ (રહે શક્તિનગર), રેખાબેન અવચરભાઈ (રહે કંકાવટી), રીંકુબેન નન્દુંભાઈ (રહે ગોપાલગઢ), પાયલબેન મોતીભાઈ (રહે કુડા) તથા રંજનબેન (રહે શક્તિનગર) ઇજાગ્રસ્ત થયા છે.

- text