વાંકાનેરના લૂંટના ગુન્હામાં 8 માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપીને ઝડપી લીધો

વાંકાનેર : છેલ્લા 8 માસથી લૂંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે થાનગઢથી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસને સોંપતા વાંકાનેર પોલીસે આરોપીનો કબજો લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠ માસ પહેલા લૂંટના બનાવને અંજામ આપનાર 22 વર્ષીય શૈલેષ કાનાભાઇ ગોહિલને થાનગઢ સ્થિત રણેશી કારખાના સામે, આંબેડકરનગરથી મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડના પો. હેડ. કોન્સ. ચંદ્રકાન્તભાઈ વામજા, પો. કોન્સ. જયેશભાઇ વાઘેલા, બ્રિજેશભાઈ કાસુંદ્રા સહિતનાઓને મળેલી બાતમીને આધારે ઉક્ત આરોપીને તેના નિવાસ્થાનેથી દબોચી વાંકાનેર તાલુકા પોલીસને સોંપી આપતા હવે વાંકાનેર તા.પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરશે.

- text