ટંકારા : મોરબી અપડેટ, એફપો અને રેન્જ ફોરેસ્ટના સંયુક્ત ઉપક્રમે 1 કલાકમાં 1100 રોપાનું નિઃશુલ્ક વિતરણ થયું

- text


ટંકારા : મોરબી અપડેટ, એફપો સંસ્થા અને ટંકારા રેન્જ ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે યોજાઈ ગયેલા એક કાર્યક્રમમાં માત્ર 1 કલાક દરમ્યાન 1100 વૃક્ષોના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

ટંકારાની શાકમાર્કેટ પાસે દયાનંદ સરસ્વતી ચોક ખાતે આજે સવારે 9 વાગ્યાથી રોપા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિતરિત કરાયેલા આ રોપાઓમાં ફળાઉ, ઔષધિ મૂળવાળા તેમજ ફૂલ સહિતના 1100 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ટંકારા રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારી કુંડારીયાએ જણાવ્યું હતું કે લોકોમાં પર્યાવરણને લઈને જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આ રોપા વિતરણ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં ટંકારા INGJ pu 78 એફપો સંસ્થાના મેનેજર કિમ્પલ દેત્રોજા અને ફિલ્ડ ફેસીલેટર દ્વારા ખેડૂતોના ખેતર પર જઈ વૃક્ષારોપણ કરશે કે જેઓ બાયોડાઇવરસીને લઈને ટંકારામાં કાર્ય કરી રહ્યા છે.

- text

- text