ગુરુપૂર્ણિમા નિમિત્તે મોરબીમાં સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી વંદન કરાયા

સાંસદ મોહનભાઇ કુંડારીયા ઉપસ્થિત રહ્યા

મોરબી : ગઈકાલે ગુરૂપૂર્ણિમાના દિવસે મોરબીના જાગૃત યુવાન મેહુલ ગાંભવા, C.A. રાજેશ એરણીયા એ આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા પહેરાવીને વંદન કરવામાં આવ્યા હતા. તેમજ પરિસરમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી. આવનાર પાંચ થી છ રવિવાર દરમિયાન અખંડ ભારતના શિલ્પી સરદારની પ્રતિમાને કલર કામ કરીને અને પરિસરને રીનોવેશન કરવાનો મોરબીના યુવાનોએ સંકલ્પ લીધો હતો. વધુમાં, સાસંદ મોહનભાઈ કુંડારીયાએ સરદારની પ્રતિમાને ફુલ હાર પહેરાવી વંદન કર્યા હતા. આ કાર્યક્રમમાં અંબારામ કવાડીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ડો. ચિરાગ અંધારા ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ કાર્યક્રમમાં સોશ્યિલ ડિસ્ટન્સીન્ગનું પાલન કરવામાં આવ્યું હતું.