અમદાવાદ ફરજ બજાવી પરત ફરતા કોરોના વોરિયર્સનું ઉષ્માપૂર્ણ અભિવાદન કરાયું

- text


15 દિવસ સઘન સર્વેલન્સ તથા કોરોના લેબ ટેસ્ટની મહત્વપૂર્ણ કામગીરી કરી પરત ફરતા ગ્રામપંચાયતે સ્વાગત કર્યું

હળવદ : હળવદ તાલુકાના અંતરિયાળ એવા રણકાંઠાના ટિકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ કર્મચારી અમદાવાદ ખાતે કોરોનાગ્રસ્ત નાગરિકોની સારવારમાં 15 દિવસનું મહત્વપૂર્ણ યોગદાન આપી પરત ફરતા ગ્રામપંચાયતના સભ્યો સહિત ગ્રામજનોએ તેઓનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરી તેઓની કામગીરીને બિરદાવી હતી.

હળવદના ટિક્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા નિલેષભાઈ સરાસવાડિયાએ તાજેતરમાં અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ કન્ટેનમેન્ટ એરીયામાં સતત 15 દિવસ સઘન સર્વેલન્સ તથા કોરોના લેબ ટેસ્ટ કામગીરીમાં નિષ્ઠાપૂર્વક, પુરા સમર્પણભાવથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ કામગીરી બાદ તેઓ ટિક્કર પરત ફરતા સરપંચ સંગીતાબેન વિજયભાઈ એરવાડીયા, પૂર્વ સરપંચ મનસુખભાઇ, જિલ્લા પંચાયતના સભ્ય અને ચેરમેન ધર્મેન્દ્રભાઈ એરવાડીયા સહિત ગ્રામજનોએ તેઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે હેડવાટરમાં રહીને હાલ ચાલી રહેલી મહામારીમાં તેઓ પરિવારથી દૂર રહી પોતાની ફરજ ઉપરાંત ગ્રામલોકોને કોરોનાથી બચવા માટેના ઉપાયો માટે સતત જાગૃત કરી ઉમદા કામગીરી કરી રહ્યા છે. તેઓની આ કામગીરીને લઈને નિલેશભાઈએ ખુબજ લોકચાહના પ્રાપ્ત કરી છે.

- text