મોરબીમાં કાલિકા પ્લોટના વધુ એક કેસ નોંધાયો : આજ રવિવારના કુલ કેસ 10 થયા

- text


મોરબી જિલ્લામાં એક જ દિવસમાં રેકર્ડબ્રેક 10 કેસ નોંધાયા : કુલ કેસ થયા 52

મોરબી : મોરબીમાં એક પછી એક કોરોના કેસ સામે આવી રહ્યા છે. હજુ એક કોરોના પોઝિટિવ કેસના સ્થળે તંત્ર કાર્યવાહી પૂર્ણ કરે ત્યાં બીજા સ્થળે કેસ આવી રહ્યા છે. રવિવારનો દસમો કેસ કાલિકા પ્લોટમાં નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લાના કુલ કેસ 52 થઈ ગયા છે.

કાલિકા પ્લોટમાં નોંધાયેલા વધુ એક કેસની મળતી વિગત મુજબ કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલા પરસોત્તમ ચોકમાં રહેતા રાજેશભાઇ હરિરામભાઈ મહેશ્વરી (ઉ.44)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓનું મોરબીની ખાનગી હોસ્પિટલ દ્વારા સેમ્પલ લઈ અમદાવાદ ખાનગી લેબમાં મોકલવામાં આવ્યું હતું. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજેશભાઇ મેડિકલ સ્ટોર ધરાવે છે. તેમનો મહેશ્વરી મેડિકલ નામનો મેડિકલ સ્ટોર રાજકોટ નાગરિક બેન્ક પાસે આવેલો છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 52 થઈ ગઈ છે.

- text

આજે રવિવારે નોંધાયેલા કુલ 10 કેસની વિગત નીચે મુજબ છે.

1) કાલિકા પ્લોટ શેરી નંબર – 2, મોરબી – દર્દીનું નામ : લક્ષ્મીબેન ભેરુભાઈ મોદી (ઉ.55)

2) રવાપર ગામ પાસે, ઓમ પાર્ટી પ્લોટ સામે, સ્વર્ગ વિહાર એપાર્ટમેન્ટ, મોરબી – દર્દીનું નામ : બળવંતભાઈ દલુભાઈ કોટડીયા (ઉ.50)

3) કોયબા ગામ નજીક, હળવદ – દર્દીનું નામ : હનીફાબેન મહંમદભાઈ (ઉ.67)

4) જેતપર મચ્છુ ગામ, મોરબી – દર્દીનું નામ : નંદલાલભાઈ મહાદેવભાઈ અમૃતિયા (ઉ.54)

5) મોરબી -2 , ત્રાજપર ચોકડી નજીક, હોન્ડાના શો રૂમની પાછળ, લક્ષ્મીનારાયણ સોસાયટી – દર્દીનું નામ : અમોલ ઉલે (ઉ.38)

6) દરબાર ગઢ, જાની શેરી, મોરબી : આડેસરા ભરતભાઈ લાલજીભાઈ (ઉ.59)

7) દરબારગઢ, જાની શેરી, મોરબી : આડેસરા ભારતીબેન ભરતભાઇ (ઉ.58)

8) દરબારગઢ, જાની શેરી, મોરબી : આડેસરા સ્વેતાબેન તેજેન્દ્રભાઈ (ઉ.30)

9) દરબારગઢ, સુધાર શેરી, મોરબી : પાટડીયા શૈલેષભાઈ (ઉ.53)

10) પરસોત્તમ ચોક, કાલિકા પ્લોટ, મોરબી : રાજેશભાઇ હરિરામભાઈ મહેશ્વરી (ઉ.44)

- text