ગુમશુદા નોંધ : ખાનપરની યુવતી કહ્યા વિના જતી રહી

મોરબી : મોરબી તાલુકાના ખાનપરમાં રહેતા દિનેશભાઇ અમ્રૂતીયાની 24 વર્ષીય દીકરી અંકિતા ગત તા. 2ના રોજ ઘરે કોઇને કહયા વગર કયાક જતી રહેલ છે. આ બનાવ અંગે અંકિતાના ભાઈ હાર્દિકે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ લખાવી છે. હાલમાં પોલીસ દ્વારા ગુમશુદાની શોધખોળ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અંકિતા ઘઉવર્ણી છે. ઉચાઇ પાંચેક ફુટની છે. શરીરે એકવડીયુ છે. શરીરે કોઇ નિશાની નથી. તેમજ તેમણે પોપટી કલરનો પંજાબી ડ્રેશ પહેરેલ છે.