વાંકાનેરના કોટડા નાયાણી ગામે રૂ. 52,300ના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે વાંકાનેરના કોટડા નાયાણી ગામે રૂ.52,300 ના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. આ દારૂની હેરાફરીમાં બીજા શખ્સનું નામ ખુલતાં પોલીસે તેની સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ ઈંગ્લીશ દારૂની રેડની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. આર.પી.જાડેજા તથા સર્વેલન્સની ટીમનો સ્ટાફ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગ કરી રહ્યો હતો. તે દરમિયાન પો.કોન્સ. દર્શીતભાઈ ગિરીશભાઈ વ્યાસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે આવેલ પડતર ઓરડીમાં દારૂની રેડ કરી હતી. પોલીસે આ પડતર ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂના ચપલા નંગ 462 તથા બોટલ નંગ 21 મળીને કુલ રૂ. 52,300 ના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે આરોપી જગદીશભાઈ ચતુરભાઈ બાવડિયા (ઉ.વ.34 ,રહે હાલ કોટડા નાયાણી, વાંકાનેર મૂળ ચુડા, સુરેન્દ્રનગર) ને ઝડપી લીધો હતો. જ્યારે બીજો આરોપી મહિપતસિંહ ઉર્ફે ભાણું દિલાવરસિંહ ઝાલા રેડ સમયે હાજર ન મળી આવતા તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.