ભારે વાહનોની પ્રવેશબંધી માટે રખાયેલી એંગલ સાથે આઇસરની ટક્કર

- text


સતત બીજા દિવસે લોખંડના સ્ટ્રક્ચર સાથે ભારે વાહન ટકરાયું 

મોરબી : ગઈ કાલે શનિવારે મોરબીના શક્તિચોકમાંથી બેઠા પુલ પર થઈને સામેકાંઠે જતા મુખ્ય માર્ગ પર ભારે વાહનો અટકાવવા માટે મુકેલી લોખંડની એંગલ સાથે એક ટ્રકની ટક્કર થઈ હતી ત્યારે આજે રવિવારે સવારે ફરી એકવાર શહેરના અન્ય વિસ્તારમાં એક આઇશર ટ્રક આડશ સાથે ટ્કરાયાનો બનાવ સામે આવ્યો છે.

મોરબીના દલવાડી સર્કલ પાસે ભારે વાહનોના પ્રવેશને નિષેધ કરવા માટે લોખંડની એંગલનું સ્ટ્ર્કચર બનાવવામાં આવેલું છે. જે એક આઇશર ચાલકે પ્રવેશ મેળવવાના પ્રયાસને લઈને તોડી નાંખતા શહેરમાં ભારે વાહનો કેટલી હદે બેકાબુ બની રહ્યા છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે. આ પ્રકારના લોખંડના સ્ટ્ક્ચરને કારણે અમુક ઊંચાઈથી વધુના માલવાહક વાહનો અને મોટી બસોને અટકાવવામાં સરળતા રહેતી હોય પાલિકા દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે આજે સતત બીજા દિવસે આવી એંગલ સાથે વાહન અથડાવવાથી તંત્રવાહકોએ આ દિશામાં કોઈ નક્કર આયોજન ગોઠવવું જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

- text

- text