મોટા દહીંસરામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

- text


પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મોટા દહીંસરા ગામમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ હતી. હાલમાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.

- text

ગઈકાલે તા. 4ના રોજ માળીયા (મી.) મોટા દહીંસરા ગામમાં તલાવડી પાસે ફુલકુ નદીના કાંઠા વિસ્તારમાંથી ગેરકાયદે પાસ પરમીટ કે આધાર વગર દેશી પીવાનો દારુ ગાળવાનો આથો લીટર-૧૬૦૦, કિ.રૂ.૩૨૦૦/- તથા દેશી પીવાનો દારૂ લીટર-૧૦૦, કિ.રૂ.૨૦૦૦/- તથા અખાધ ગોળ ભરેલ ડબ્બા નંગ-૧૦, કિ- રૂ.૮૦૦૦/- તેમજ ભઠીના સાધનો મળી કુલ કિ.રૂ. ૧૩,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા બનાવની નોંધ કરી રેઇડ દરમિયાન આરોપી જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા (રહે.મોટા દહીસરા) હાજર ના હોવાથી તેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

- text