ટંકારાના જડેશ્વર રોડ ઉપર ભારે પવનથી ત્રણ વીજપોલ ધારાશાયી

 

ટંકારા : ટંકારાના જડેશ્વર રોડ ઉપર આજે ભારે પવન ફૂંકાયો હતો અને ભારે પવન સાથે વરસાદ પડતાં ટંકારાના જડેશ્વર રોડ ઉપર સજનપર નજીક આવેલ પીજીવીસીએલના બે વિજપોલ ધારાશયી થયા છે અને બે ટીસીમાં નુકશન થયું હોવાના અહેવાલ મળ્યા છે. આ બનાવની જાણ થતાં પીજીવીસીએલની ટીમ ધટનાસ્થળે જવા રવાના થઈ છે અને જડેશ્વર રોડ ઉપર ખેતીવાડીના ફીડરો આવેલા છે. આથી આ વીજપોલ ધારાશયી થયા બાદ પીજીવીસીએલની ટીમ પહોંચીને યુદ્ધના ધોરણે કામગીરી કરશે અને કોઈ ગામડા બંધ નહિ રહે તેવું પીજીવીસીએલના ડે. એન્જિનિયર સોજીત્રાએ જણાવ્યું હતું.