મોબાઇલ યુગ : માસૂમિયત પર હુમલો, આંગળી ના ટેરવે રહેલ દુનિયા ક્યાંક છીનવી ના લે સુખ!

- text


(હિટ વિકેટ..નિલેશ પટેલની કલમે..)

છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક કારણોવશ નાના બાળકોમાં મોબાઈલ નો વપરાશ વધ્યો છે .. માતા પિતા વ્યસ્ત હોય એટલે બાળક અણસમજુ હોય ત્યારથી જ બાળક ને મોબાઈલ આપી ને ચૂપ કરાવતા હોય છે અને પછી એ બાળક મોટું થાય એટલે જાતે જ મોબાઈલ પ્રત્યે આકર્ષિત થતો રહે છે ધીમે ધીમે મોબાઈલ ગેમ ના રવાડે ચડે છે અને બસ ત્યાંથી જ શરૂ થાય છે બાળક ના શારીરિક અને માનસિક વિકાસ રૂંધાવાની પ્રક્રિયા

યાદ કરી જુવો મિત્રો જ્યારે તમે નાના હતા ત્યારે શું કરતા હતા ? ..મોબાઈલ જેવી ચીઝ અસ્તિત્વ માં જ નહોતી જુદી જુદી રમતો રમતા ખુલ્લા મેદાનો માં .. શરીરના કદ કાઠી એ રમત ના લીધે મજબૂત બનતા અને આવી આઉટડોર રમતો ના લીધે બાળકો શરીર ની સાથે સાથે માનસિક રીતે પણ મજબૂત બનતા હતા .. પરંતુ હવે તો વિકાસ પાછળ આપણે એવી તો દોટ મૂકી છે કે રમતના મેદાનો કોન્ક્રીટ ના જંગલો માં ફેરવાઈ ગયા છે .. પહેલા બાળકો માટે માતાપિતા બંને પાસે સમય હતો આજે કોઈ પાસે સમય નથી ને એટલે જ બાળક ના જીવન માં માતાપિતા ની ગેરહાજરી આજે મોબાઈલ પુરી કરી રહ્યો છે . ભાગ્યે જ કોઈ બાળક એવું હશે જે લગ્નપ્રસંગ કે જાહેર મેળાવડા કે ઘરે પણ મોબાઈલ વિના બેઠું હોય .. વિચારો માં પણ મોબાઈલ સાથે જ બાળકો દ્રશ્યમાન થાય છે અને આ જ બાબત આવનાર પેઢી માટે ઘાતક સિદ્ધ થવાની છે

કહી શકાય કે આપણી સુવિધા સાચવવા માં આપણે બાળક પ્રત્યે ની સાચી ફરજ પણ ક્યાંક ચુકી રહ્યા છીએ .. આજે આપણી પ્રાયોરિટી બદલાઈ છે પહેલા કોઈ પણ સ્થિતિ માં બાળકો પ્રાયોરિટી માં રહેતા હવે કામધંધા ને ગપસપ રહે છે બીજા શુ કરે છે ? એ જાણવા અને કહેવામાં આપણે શું કરવાનું છે એ કદાચ આપણે ભૂલી રહ્યા છીએ અને તેનું જ પરિણામ છે કે આજે બાળકો ને ઓઉટડોર ગેમ માં કોઈ જ રસ નથી રહ્યો જોકે ફક્ત આ એક જ કારણ પણ નથી આપણે મેદાન જ ક્યાં રહેવા દીધા છે બાળકો ને રમવા માટે .. મોટા મોટા મેદાન ના બદલે બાળકો ને આજે આંગળી ના ટેરવે દુનિયા હાથ માં આપી દીધી છે નાની ઉમર માં બાળક જરૂરત થી વધુ સમજતા થયા છે અને આપણે ગર્વ પણ લઈએ છીએ કે મારો દીકરો કે દીકરી ખૂબ હોંશિયાર છે એને કેટલી બધી ખબર પડે છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે આપણે તેમને જલ્દી મોટા કરવા પર તુલ્યા છીએ જે વિષય માટે તે હજી પરિપક્વ જ નથી તે વિષય તેને પકડાવી દીધો છે અને આવું કરવાનું પરિણામ ખૂબ જ ઘાતક આવે તો પણ નવાઈ ના કહેવાય

- text

આજે ક્યાંક ને ક્યાંક અનેક બાળકો એવા દરેક એ જોયા જ હશે કે જેમને મોબાઈલ આપો તો ચૂપ બાકી દોડાદોડ અને તોફાન પરંતુ તોફાન માતાપિતા ને ગમશે નહીં એટલે મોબાઈલ નો વિકલ્પ જાતે જ પસંદ કરી લેશે અને બાળક ને મોબાઈલ આપી ને એક ખૂણા માં બેસાડી દેશે .. હવે સ્થિતિ એ છે કે આજે નાના નાના બાળકો ને ચશ્માં પહેરવા પડી રહ્યા છે .. બાળકો ના શારીરિક વિકાસ રૂંધાયા છે .. બાળકો ને મોટા થયા બાદ પણ અચાનક દોડવુ પડે એવી સ્થિતિ માં શરીર નું સંતુલન રાખવામાં મુશ્કેલી પડે છે .. સહનશક્તિ ઘટી છે .. માનસિક રીતે બાળકો જિદ્દી બની રહ્યા છે મોબાઈલ માં રમાતી ગેમ બાળકો ના મગજ માં પણ ઘુસી ગઈ છે .. બાળકો ને મારામારી ના દ્રશ્યો પસંદ આવી રહ્યા છે .. બાળકો માં મિત્રો બનાવવા કે મિત્રો સાથે રમવું આવી આદતો નો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.. બાળકો પારિવારિક જીવન ભૂલતા જાય છે અને એકાંકી જીવન તરફ વળી રહ્યા છે અને આ બધી જ બાબતો નું મુખ્ય કારણ મારી દ્રષ્ટિ એ તો મોબાઈલ જ છે

અને હવે તો કોરોના એ વિશ્વ ને એવી સ્થિતિ માં લાવી દીધું છે કે સરકારે ખુદ જ ઓનલાઇન શિક્ષણ ની શરૂઆત કરાવવી પડી છે મોબાઇલ બાળકો થી દુર કરવો જરૂરી છે પરંતુ સ્થિતિ એ તો બાળકો ને મોબાઈલ થી વધુ નજીક લાવી દીધા છે બાળકો ના હાથ માં મોબાઈલ ભલે ભણવા માટે આપવામાં આવ્યો હોય પણ બાળકો ને તો દુનિયા જોઈ લેવાની ઉતાવળ છે સાથે સાથે બાળ સહજ વૃત્તિ ના લીધે ગેમ રમવાનું પ્રમાણ પણ વધતું જાય છે જે એક લાલબત્તી છે આવનાર પેઢી સંપૂર્ણ નબળી બની જાય એના પહેલા બાળક ને મોબાઈલ ના બદલે ઓઉટડોર ગેમ તરફ વાળવા ખૂબ જરૂરી બની ગયું છે

કદાચ જે હું કહી રહ્યો છું તે તમે અનુભવતા પણ હોઈ શકો પરંતુ મિત્રો આ કહેવાનું કારણ એટલું જ છે કે કોણ કરશે ? આ સવાલ મન માંથી કાઢી નાખીએ અને આપણે જ શરૂઆત કરીએ શાળા ચાલુ થાય એટલે તમારા બાળક ના જીવન માં મોબાઈલ નું સ્થાન માતા પિતા અને મિત્રો લે એવું આયોજન કરો મને પૂરો વિશ્વાસ છે કે આવનાર સમય માં આ પહેલ નું પરિણામ ખૂબ જ ફળદાયી અને સુખ આપનારું બની રહેશે …

જય હિન્દ .. નિલેશ પટેલ મોરબી

- text