નવા ગામમાં ટ્રક પરથી પડી જતા મજૂરનું મોત

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના નવા ગામમાં એક મજૂર ટ્રક પરથી પડી ગયા હતા. જેના કારણે ઇજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

રાજકોટ તાલુકાના બેડી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા 22 વર્ષીય કમલેશભાઇ છગનભાઇ ડામોર માળીયા (મી.) તાલુકાના નવા ગામ ખાતે આવ્યા હતા. ત્યારે પોતાના ટ્રક નં. GJ-24-X-0719 વાળીમાં રેતી ભરી ટ્રક ઉપર તાલપત્રી સરખી કરવા જતા ટ્રક પરથી પડી ગયા હતા. તેથી, તેઓને માથામાં તથા હાથમાં ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે માળીયા (મી.) પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text