મોરબી સિટી એ ડિવિઝન પીઆઇ ચૌધરીની અમદાવાદ બદલી, બે પીએસઆઈને મોરબી મુકાયા

મોરબી : રાજ્યના પોલીસ વિભાગ દ્વારા આજે પીઆઇ અને પીએસઆઈનો બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં મોરબી સિટી એ ડિવિઝન પીઆઇ આર.જે. ચૌધરીની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પીએસઆઇ નરેન્દ્રસિંહ હનુભા ચુડાસમા અને સુરત શહેરમાં ફરજ બજાવતા પીએસઆઈ વિક્રમ ગાંગાભાઈ જેઠવાની મોરબી ખાતે બદલી કરવામાં આવી છે.