ભડિયાદ ગામ પાસેની જવાહર સોસાયટીમાં છેલ્લા દસ દિવસથી પાણીની સમસ્યા

- text


તંત્ર પાણી મુદ્દે વીજળીના બહાના બતાવી પ્રજાને ઉલ્લુ બનાવતી હોવાનો તાલુકા પંચાયતના સદસ્યનો આક્ષેપ

મોરબી : મોરબીના ભડિયાદ ગામ નજીક આવેલ જવાહર સોસાયટીમાં છેલ્લા દસ દિવસથી પાણીની સમસ્યા છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પાણી સમસ્યાનો પ્રશ્ન હલ થતો નથી. ૨૧મી સદીમાં વિકાસની ખાલી વાતો કરતી આ સરકાર મહિલા સાથે અન્યાય કરી રહી છે. તંત્ર પાણી મુદ્દે વીજળી ના બહાના બતાવી પ્રજાને ઉલ્લુ બનાવે છે તેવો તાલુકા પંચાયતના સદસ્યએ આક્ષેપ કર્યો છે.

મોરબી તાલુકા પંચાયતના સદસ્ય દામજીભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે જવાહર સોસાયટીમાં છતે પાણીએ લોકોને વલખા મારવા પડે તેવી કપરી હાલત છે. ગત વર્ષે ભરપૂર વરસાદ થયો હતો. આથી, જળાશયો ભરેલા છે. આમ છતાં આ પછાત વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી પાણી આવતું નથી. તેથી, મહિલાઓને એક બેડા પાણી માટે જ્યાં ત્યાં વલખા મારવા પડે છે અને એક જગ્યાએ પાણી માટે મહિકાઓની લાઈનો લાગે છે. એક તો આ વિસ્તારમાં રહેતા લોકો શ્રમજીવી છે. આથી, આખો દિવસ મજૂરી કરીને થાક્યા પાક્યા ઘરે આવ્યા બાદ પાણી મોકણ રાહ જોઇને જ ઉભી હોય છે અને મહિલાઓને પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આથી, તંત્ર પાણી મુદ્દે નક્કર કાર્યવાહી કરે તેવી તેમણે માંગ કરી છે.

- text

- text