મોરબી જિલ્લામાં કોરોનાનો આજનો ત્રીજો કેસ : 89 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધના સેમ્પલ લેવાયા બાદ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હોય તેમ જોન્સનગરમાં યુવાનનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ 89 વર્ષના વૃદ્ધનો પણ ક્રોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં આ વૃદ્ધના સેમ્પલ લેવાયા બાદ તેમનો પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

મોરબીમાં હવે કોરોના બેકાબુ બની ગયો હોય તેમ કોરનાના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. જોન્સનગરમાં એક યુવાન બાદ 89 વર્ષના વૃદ્ધનો પોઝોટિવ રિપોર્ટ આવ્યો છે. જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા અબ્દુલભાઈ મુસાભાઈ બોઘા 89 વર્ષના વૃદ્ધને ગઈકાલે કોરોનના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના સેમોલ લેવાય બાદ તેમનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. આથી, આરોગ્ય તંત્રએ આ દર્દીના રહેણાંક વિસ્તારમાં દોડી જઈને તકેદારીના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આજે મોરબી જિલ્લામાં કુલ 3 કેસ નોંધાયા છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/