મોરબી : ગ્રામ્યકક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા નાણાકીય સહાયની અરજી મોકલવા બાબત

- text


મોરબી : વર્ષ ૨૦૨૦-૨૧ માટે સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા માટે એગ્રી કલીનીક અને એગ્રી બિજનેસ સેન્ટર (ACAC & ABCABC), ખેતી સાહસિકો, સેવા નિવૃત વ્યક્તિઓ, સેલ્ફ હેલ્થ ગ્રુપ્સ (SHFsSHGs), ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPOFPO), ફાર્મર પ્રોડ્યુસર કંપની (FPCsFPCs), ફાર્મર જોઈન્ટ લાયબ્રેરી ગ્રુપ્સ, ફાર્મર કો-ઓપરેટીવ સોસાયટીઝ, (PSCsPACs), ઈનપુટ રીટેલ આઉટલેટ. ઈનપુટ રિટેલર્સ અને શાળાઓ/કોલેજોમાં નાણાકીય સહાય આપવા માટેની જોગવાઈ કરેલ છે.

- text

ગાઈડલાઈન મુજબ જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવાના કુલ ખર્ચના રૂ. ૫.૦૦ લાખના ૭૫% લેખે રૂ. ૩.૭૫ લાખ લાભાર્થીને નાણાકીય સહાય આપવાની જોગવાઈ છે, જ્યારે ૧.૨૫ લાખ લાભાર્થીએ જાતે ભોગવવાના રહે છે. જેથી, મોરબી જીલ્લા માટે ઉપરોક્ત તમામ લાભાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ અરજી બાબતે નાયબ ખેતી નિયામક(વિ.)ની કચેરી રૂમ નં.૨૩૦ તાલુકા સેવા સદન ખાતે સંપર્ક કરવાનો રહેશે. આઅરજી ૨૨-૭-૨૦૨૦ સુધીમાં નાયબ ખેતી નિયામક (વિ.) મોરબીની કચેરીએ પહોચતી કરવાની રેહેશે. સમય મર્યાદા બાદ મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહી. જેની નોધ લેવા નાયબ ખેતી નિયામક (વિ.) મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

- text