મોરબી શહેરમાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો : જોન્સનગરમાં યુવાન સંક્રમિત

- text


મોરબી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 32 થઈ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. આજે સવારે વાંકાનેરમાં એક કેસ નોંધાયા બાદ મોરબી શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં જોન્સનગર, લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 32 થઈ ગઈ છે.

મોરબી શહેરમાં આજે ગુરુવારે નોંધાયેલા પોઝિટિવ કેસની મળતી વિગતો મુજબ મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલા જોન્સનગરમાં રહેતા 30 વર્ષના યુવક સીરાઝભાઈ હનીફભાઈ નામના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવકને તાવ, શરદીના લક્ષણો દેખાતા ગઈકાલે મોરબીની ખાનગી હોસ્પિટલમાં બતાવવા માટે ગયા હતા. જ્યાં યુવકને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેનું સેમ્પલ લઈ ખાનગી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. જ્યાં આજે યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે આરોગ્ય વિભાગને જાણ થતા આરોગ્ય, નગરપાલિકા સહિતના અધિકરીઓ જોન્સનગરમાં દોડી જઇ યુવકને સારવાર માટે ખસેડવા માટે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી જિલ્લામાં આજે આ બીજો કેસ નોંધાયો છે. સવારે વાંકાનેરમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધના પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મોરબી શહેરમાં આ બીજો કેસ નોંધાયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 32 પર પોહચી ગઈ છે. જ્યારે મોરબી જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યામાં ઝડપભેર વધારો મોરબીવાસીઓને વધુ જાગૃત અને સાવચેત થવાની શીખ આપી રહ્યો છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text