હળવદના મયુરનગરની સીમમાંથી રૂ.1.10 લાખનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

- text


 

હળવદ: આજરોજ મોડીસાંજના હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમ વિસ્તારમાં આવેલ બાકડાહારનો વોકળો તરીકે ઓળખાતી ખરાબાની જગ્યામાંથી દારૂ અને બિયરનો જથ્થો હળવદ પોલીસએ ઝડપી પાડ્યો હતો જ્યારે આ દારૂ પ્રકરણમાં એક શખ્સનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે હાલ તો પોલીસ દ્વારા દારૂ બિયર મળી કુલ ૧૧૦૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદ પી.આઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના યોગેશ દાન ગઢવી,મુમાભાઈ રબારી, વિક્રમભાઈ સિહોરા,દેવુભા ઝાલા સહિતનાઓ હળવદના મયુરનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે અરસામાં મળેલ ચોક્કસ બાતમીને આધારે પોલીસ દ્વારા મયુરનગર ગામની સીમ વિસ્તારમાં આવેલ બાકડાહારનો વોકળો તરીકે ઓળખાતા ખરાબાની જગ્યામાં દરોડો પાડ્યો હતો જ્યાથી પોલીસે ૨૩૬ બોટલ દારૂ અને ૧૬૨ ટીન બિયર મળી કુલ ૧૧૦૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

- text

પોલીસ દ્વારા દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પોલીસ મથકે લાવી આ દારૂ પ્રકરણમાં ઊંડી તપાસ કરતા સુસવાવના શૈલેષભાઈ ગોવિંદભાઇ કોળી નામના શખ્સનુ નામ ખુલતા તેના વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.

- text