મોરબીમાં ઘરેલુ ગેસ ક્નેક્શન વહેલી તકે આપવા મુખ્યમંત્રીને રજુઆત

- text


મોરબી : ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીમાં ઘેર ઘેર પાઇપ લાઈન દ્વારા ઘરેલુ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. જો કે ઘણા સમયથી નવા કનેક્શન આપવાની કામગીરીને બ્રેક લાગી હોવાથી ભાવિ ગ્રાહકો કનેક્શન માટે કાગડોળે રાહ જોઈ રહ્યા હોય ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોશિયેશન દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

મોરબી શહેરમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ઘેર ઘેર રાંધણ ગેસ કનેક્શનની લાઈનો દ્વારા ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે ત્યારે પાછલા ઘણા સમયથી અસંખ્ય લોકોએ નવા ગેસ કનેક્શન માટે અરજી કરી ડિપોઝીટની રકમ પણ જમા કરાવી રાખી છે. જો કે ઘણા સમય વીત્યા બાદ પણ નવા કનેક્શનો આપવાનું કામ અટકેલું હોય ગૃહિણીઓ કાગડોળે કનેક્શન મેળવવાની પ્રતીક્ષામાં છે. લોકોએ ડિપોઝીટ પેટે જમા કરાવેલી બહુ મોટી રકમ ઘણા સમયથી કંપની પાસે જમા પડી છે આમ છતાં લોકોને સિલિન્ડર ગેસ પર કામ ચલાવવું પડી રહ્યું હોય નવા કનેક્શનો આપવાની પ્રક્રિયા તત્કાલ શરૂ કરવી જોઈએ તેવી માંગ કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે.

- text

 

- text