મોરબીના લાયન્સ કલબ દ્વારા સરકારી રાહત કોષમાં રૂ. 30 હજારનું અનુદાન

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ રમેશ રૂપાલા, મંત્રી કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ટી .સી ફુલતરીયા, એ. એસ. સુરાણી અને મહાદેવભાઈ ઊંટવાડિયા સહિત પદાધિકારીઓના વરદ હસ્તે પ્રધાનમંત્રી રાહતકોષ અને મુખ્યમંત્રી રાહતકોષમાં રૂ. ત્રીસ હજારનું અનુદાન લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા કરવામાં આવેલ છે.જે અંતર્ગત આ બન્ને ચેક મોરબી અધિક કલેકટર કેતનભાઈ જોશી પાસે જમા કરાવવામાં આવેલ છે.

આ તકે અધિક કલેકટર કેતનભાઈ જોશી દ્વારા લાયન્સ ક્લબના પદાધિકારીઓને તેમના પ્રોજેક્ટ અંતર્ગત કુપોષિત બાળકોને દત્તક લઈ, તેમને પોષ્ટિક આહાર પૂરો પાડી, કુપોષણ મુક્ત કરવા પ્રેરક પહેલ કરવા તેમજ તિથિ જમણ અભિયાન અંગે, આંગણવાડીના બાળકોને તિથિ જમણ માટે વાર્ષિક નોંધ કરાવી, પ્રેરક પહેલ કરવા અનુરોધ કરાયેલ છે. તેમજ લાયન્સના સદસ્યો આ અંગે જનજાગૃતિ અભિયાન સાથે જવાબદારી લઈ, સમાજમાં પ્રેરક પહેલ કરે તેવો અનુરોધ કર્યો હતો. વધુમાં આ જ રીતે ઘરે-ઘરે શૌચાલયમાં જરૂરતમંદ અને જે તે ગામને દત્તક લેવા લાયન્સ કલબ ઓફ મોરબી સિટી આગળ આવી, પોતાના વિવિધ પ્રેરક પ્રોજેક્ટને અંતરીયાળ-ગ્રામીણ વિસ્તાર સુધી સેવાકીય પ્રવૃત્તિઓને ફેલાવે, તેવો આ તકે અધિક કલેકટર કેતનભાઈ જોશીએ સહજભાવે અનુરોધ કરતા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પદાધિકારીઓ અને સદસ્યો દ્વારા અધિક કલેકટર કેતન જોશીના આ પ્રેરક વિચારને ઉત્સાહભેર વધાવી લેવાયેલ છે.